Vitamin A - Title

વિટામિન A ની ઉણપ

શું તમને ખબર છે કે આપણા ખોરાક માં થી મળતું વિટામિન A, લીવર માં store થાય છે અને જે જે અંગ ને જયારે જયારે vitamin A ની જરૂર પડે ત્યારે તે અંગ ને પહોંચાડવાં માં આવે છે. આપણી ત્વચા, ફેફસાં ની ઉપર ની પરત, આંખ, આંતરડા, મૂત્રાશય અને કાન આ બધાં ને બરાબર ચાલવા માટે વિટામિન A બહુ આવશ્યક હોય છે. બાળકો નાં વિકાસ, immunity અને vision માટે વિટામિન A બહુ જરૂરી હોય છે.

`

વિટામિન A ની ઉણપ હોય તો serious ઇન્ફેકશન ની શક્યતા વધી જાય છે. અને જયારે ઇન્ફેકશન થાય ત્યારે શરીર ને વિટામિન A ની જરૂરિયાત પણ વધી જાય છે અને આથી ઉણપ વધુ ને વધુ થતી જાય છે. આ રીતે ઉણપ અને ઇન્ફેકશન ની એક જોખમી cycle બની જાય છે.

વિટામિન A નાં શાકાહારી સ્ત્રોત

રાજગરા ની લાલ અને લીલી ભાજી માં વિટામિન A ભરપૂર માત્ર માં હોય છે. રાજગરા અને રાજગરા નાં લોટ માંથી પણ વિટામિન A મળે છે. બાળકો ને રાજગરા નાં લાડુ સ્વાદિષ્ટ લાગે અને ખુબ લાભદાયક પણ હોય છે.

ગાજર, પાલક, કોળું, પપૈયુ, કેરી માં પણ વિટામિન A સારી માત્રા માં મળે છે.

વિટામિન A જે વસ્તુ માં હોય તેને વધારે પડતી પકવવી ના જોઈએ. આવું કરવા થી એમાં રહેલું વિટામિન A નાશ પામે છે. સૂરજ ના પ્રકાશ માં રહેલાં uv rays પણ વિટામિન A ને નષ્ટ કરી નાખે છે. માટે કેરી, પપૈયુ વગેરે ની સુકવણી કરવાં થી એમનું વિટામિન A ઓછું થઇ જાય છે.

દૂધ અને દૂધ થી બનતી વાનગીઓ માં પણ વિટામિન A હોય છે.

શરીર ને કેટલાં vitamin A ની જરૂર હોય છે?

બાળકો ને વિટામિન A ની જરૂર બહુ હોય છે. એમના શારીરિક અને માનસિક વિકાસ માટે તથા રોગ પ્રતિકારક શક્તિ માટે. 6 મહિના થી નાનાં શિશુ ને માં ના દૂધ માં થી વિટામિન A મળે છે. અને એમના થી મોટા બાળકો ને દિવસ માં 2 થી 3 વિટામિન A વાળા શાક પાન અને ફળ આપવા જોઈએ. સાથે સાથે વિટામિન A ને absorb કરવા માટે fat જેમ કે ઘી, શીંગ દાણા નું કે તાલ નું તેલ, માખણ વગેરે આપવું જોઈએ.

Source – https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3936685/#:~:text=Plant%20sources%20of%20vitamin%20A,the%20vitamin%20A%20is%20destroyed.)