ત્રણ નેત્ર પણ શંકર નહીં,

વાળ ઘણા પણ ઘેટું નહીં,

પાણી છે પણ ઘડો નહીં,

સન્યાસી છે પણ ભગવાન નહીં.

દાદા છે પણ દાદી નથી,

ભાઈ છે પણ ભાભી નથી,

નવરો છે પણ નવરી નથી,

રોજી છે પણ રોટી નથી!!!

રાતા રાતા રતનજી,

પેટમાં રાખે પાણા,
વળી ગામે ગામે થાય,

એને ખાય રંક ને રાણા!!

વાણી નહીં પણ બોલી શકે,

પગ નથી પણ ચાલી શકે,

વાગે છે પણ કાંટા નહીં,

એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..?

આખો દિવસ ઊંધ્યા કરું,
રાત પડે ને રડ્યા કરું,
જેટલું રડું એટલું ગુમાવું ?
તો બોલો મિત્રો કોણ હું ?

વૃક્ષ ઉપર વસું તોય હું પંખી નથી,
દૂધ આપું તોય હું ગાય નથી,
મોળો છું તોય હું મધૂરો છુ,
પૂજન કરો ત્યારે હું દેવોનો પ્રતિક છુ

નાક પર આવી એ શાન થી બેસે,
પગને વાંકા વાળી એ કાન પર ગોઠવે

આમ તો નીચી નજરે ચાલે,

રીસાય ત્યારે પગ પછાડે,

લોકોનો એ ભાર વેંઢારે,

તોય કોઇ સારો ન માને.

તણખલા રૂના સંગાથે,

ઝૂલું ડાળે ડાળ,

જ્યારે પંખી ઊડી જાતા,

બચ્ચાની રાખું સંભાળ.

ના જીવ, ના ખાય, ના પીએ,

રહે ‘મૂળ’ ત્યાં લગી જીવે,

અંધારાથી એ બહુ ડરે,

જોતાં જ છુપે નિજ ઘરે.

પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ, 

થોડા ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ!

પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી

અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે….

તરસ લાગે તો પી લેજે અને 

ઠંડી લાગે તો સળગાવી લે છે…. એ ગિફ્ટ શું છે?

એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે,

પણ ભીનું થઈ શકતું નથી?

એ શું છે જેની આંખોમાં જો 

આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે?

એક લાકડીની સાંભળો કહાણી, 

તેમાં ભરેલું છે મીઠું પાણી

વર્ષના કયા મહિનામાં 28 દિવસો હોય છે?

કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ 

જમણા હાથમાં નહીં ?

એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે 

પણ પોતાની જગ્યાએ જ રહે છે?

સુગંધ છે પણ ફૂલ નથી,

બળે છે પણ ઈર્ષા નથી?

એ શું છે જે જેનું હોય

એ જ જોઈ શકે?

એવું નામ બતાવો જે બીમાર નથી

છતાં તેને ગોળી આપવામાં આવે છે?

એવું શું છે જેને

છોકરી બઉ પસંદ કરે,

છોકરાઓ તેનાથી દૂર ભાગે?

એવું શું છે જેને

પકડ્યા વગર રોકી શકાય?

એવી કઈ વસ્તુ

જે તૂટે તો જ કામ આવે?

એવી કઈ જેલ છે

જ્યાં બધા કેદી બેગુનાહ છે?

હું એક વ્યક્તિને

બે બનાવી દઉં

બતાવો કોણ?

એ શું છે જે આવે તો

લોકો થુક્વાનું કહે છે?

એવું કોણ છે

જેને ડૂબતો જોઈ

કોઈ બચાવતું નથી?

એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય

પણ છતાં જવાન જ રહે છે?

વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, 

કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?

એ કઈ વસ્તુ છે જે પાણી પીતા 

જ મરી જાય છે?

ન ભોજન લે છે ન વેતન લે છે છતાં 

રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?

એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને 

મહિલા દેખાડીને ચાલે છે?

એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં

એક વખત ખરીદે છે

કાળો ઘોડો સફેદ સવારી

એક ઊતર્યું બીજાનો વારો?

એવું શું છે જે

તડકામાં સુકાતું નથી?

એવી કઈ ચીજ છે

જેટલી ખેંચીએ એટલી નાની થઈ જાય?

એવું શું છે જે

જેટલું વધારે હોય

એટલું ઓછું દેખાય?

હું મરું છું,

હું કપાવું છું,

પણ રોવો તમે છો

લીલી બસ, લાલ સીટ,

અંદર કાળા બાવા

એવું કયું ઝાડ જેમાં

લાકડી નથી હોતી?

લીલુ ફળને ધોળું બી,

મારે માથે કાંટા,

ચોમાસામાં મને સેવો તો,

ટળે દવાખાનાના આંટા.

અબૂકલું ઢબૂકલું, 

લીલું લીલું માટલું અંદર લાલમ લાલ, 

કાપીને બહેનીને આપ…

ફાળ ભરે પણ મૃગ નહી,

નહી સસલો નહી શ્વાન.

મો ઉચુ પણ મોર નહી,

ચતુર કરો વિચાર.

એ રાખે પૈસા, દરદાગીના, રક્ષે કપડાં સારાં સૌનાં

તાળું મારી સુખથી સૂએ, લોકો ઘરમાં અચૂક વસાવે

ચાર પાયા પર ઉપર આડી છત,

કરો તેના ઉપર બસ લખ લખ લખ

ટન ટન બસ નાદ કરે,

ઘડિયાળ જોઈ સાદ કરે,

સ્કૂલ નિશાળે એ લટકે રણકે તો બાળકો છટકે

ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો પથરાયું મુજ પર ઘાસ

પશુ પક્ષીનું ઘર હું મને ઓળખો હું કોણ ?

એ આપવાથી વધે છે,

એ આવે ત્યારે જન જાગે છે,

એ જાય ત્યારે જન ઊંઘે છે.

એક એવું અચરજ થાય

જોજન દૂર વાતો થાય.

અગ, મગ ત્રણ પગ,

લક્કડ ખાય અને પાણી પીએ.

એ તો કોણ જે ઘર લઇ લે છે આખું,

પણ જગ્યા જરાપણ નથી રોકતું

પઢતો પણ પંડિત નહી,

પૂર્યો પણ નહી ચોર,

ચતુર હોય તો ચેતજો,

મધૂરો પણ નહી મોર.

મારી બકરી આલો પાલો ખાય,

પાણી પીવે તો ટપ દઈને મરી જાય.

તેર પગાળો તેતરો નેળિયે નાઠો જાય,

રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય.

પગ વિના ડુંગરે ચડે,

મુખ વિના ખડ ખાય,

રાણી કહે રળિયામણું,

ક્યુ જનાવર જાય ?

ખારા જળમાં બાંધી કાયા

રસોઈમાં રોજ મારી માયા

જન્મ ધર્યાને પારા છોડા,

મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..?

જો તમારી પાસે ચાર ગાય

અને બે બકરી છે તો

તમારી પાસે કેટલા પગ છે..?

એવું શું છે જે પાણીમાં પડે

તોય ભીનું ના થાય..?

એવું શું છે જે જેનું હોય

એ જ જોઈ શકે

અને માત્ર એક જ વાર જોઈ શકે..?

એવું શું છે જે આદમી પોતાની

પત્ની અને સાળીની જોઈ શકે

પણ પોતાની સાસુની જોઈ શકતો નથી.

વાણી નહીં પણ બોલી શકે,

પગ નથી પણ ચાલી શકે,

વાગે છે પણ કાંટા નહીં,

એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..?

ચાર ખૂણાનું ચોકઠું,

આભે ઉડ્યુ જાય,

રાજા પૂછે રાણીને,

આ ક્યુ જનાવર જાય.

બે માથાં અને બે પગ,

જાણે એને આખું જગ,

જે કોઈ આવે એની વચમાં,

કપાઈ જાય એની કચ કચ માં

બોલો એ શું..?

હવા કરતા હળવો હું,

રંગે બહુ રૂપાળો,

થોડું ખાઉં ને ધરાઈ જાઉં,

વધુ ખાઉં તો ફાટી જાઉં બોલો હું કોણ..?

ઘરમાં મહેમાનોને દેવાય

વોટમાં નેતાઓને દેવાય

આરામ કરવામાં વપરાય બોલો એ શું..?

મા ગોરી રૂપકડી,

ને બચ્ચા કાળાં મેશ,

મા મરે, બચ્ચા જો ભળે,

દૂધ-ચામાં સુગંધ પ્રસરે.

લાગે ઢમઢોલ શરીર,

પણ નથી મારો કંઇ ભાર,

દેહ છે મારો રંગબેરંગી,

બાળકોનો છું હું સંગી.

નદી-સરોવરમાં રહેતી,

પાણીની રાણી કહેવાતી,

રંગબેરંગી જોવા મળતી,

કહો ક્યા નામે ઓળખાતી ?

સાત વેંતનું સાપોલિયું,

મુખે લોઢાનાં દાંત,

નારી સાથે રમત રમુ,

જોઇને હસે કાંત.

ચાર ભાઇ આડા

ચાર ભાઈ ઉભા

એક એકના અંગમાં

બબ્બે જણ બેઠા.

અડધું ફળ ને અડધું ફૂલ,

જોવા મળું ના બાગમાં,

રંગે કાળું પણ મધ મીઠું

તો ઝટપટ કહો હું કોણ..?

ગોળ ગોળ ફરતી જાય,

ફરતી ફરતી ગાતી જાય,

દાણો દાણો ખાતી જાય,

તોય એનુ પેટ ન ભરાય.

બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો,

આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો.

એવું શું છે જે પેદા થતા ની સાથે જ 

ઉડવા નું શરૂ કરી દે છે?

એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ 

ચાલી શકતું નથી?

એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો 

તે પોતાનું મોઢું ખોલી દે છે?

ઉડું છું પણ પંખી નહીં,

સૂંઢ છે પણ હાથી નહી,

છ પગ પણ માખી નહી,

ગીત ગાઉં છું પણ ભમરો નહીં.

રંગ બેરંગી લકડક નાર,

વાત કરે ન સમજે સાર,

સૌ ભાષામાં બોલે એ,

ચાલે ત્યાં આંસુની ધાર.

વડ જેવા પાન ને શેરડી જેવી પેરી

મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી.

હાથી ઘોડા ફર્યા કરે પણ, 

પગ એમના ચાલે ના સવાર પીઠે ઘૂમ્યા કરે, 

ને ફરવાની મજા લીધા કરે

કાગળની છે કાયા, 

અક્ષરની છે આંખ,

અલકમલકની સહેલ કરાવે, 

ખૂલે છે જ્યારે પાંખ

પંદર દિવસ વધતો જાય, 

પંદર દિવસ ઘટતો જાય સૂરજની તો લઈને સહાય, 

રાત્રીભર પ્રકાશ પાથરતો જાય

રંગે બહુ રૂપાળો છું થોડું ખાઉં 

તો ધરાઇ જાઉં વધુ ખાઉં તો ફાટી જાઉં

પાણીનું અબૂકલું ઢબૂકલું છું, 

પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું, 

પાણીમાં જ તરવું મારૂ કામ છે

અબૂકલું ઢબૂકલું, 

પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું

મારા અનેક રંગ છે, 

નાના મોટાઓનો આનંદ મારી સાથે છે.

લાલ કિલ્લામાં કાળા સિપાઈ 

લીલી દીવાલમાં ગયા સમાઈ

આટલીક દડી ને હીરે તે જડી 

દિવસે ખોવાણી તે રાત્રે જડી

બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે 

ગોળ ગોળ થાળ ફરતો જાય, 

પણ મોતી તેમાંથી એકપણ ન પડે

થાકવાનું ન મારે નામ, 

રાત દિવસ હું ચાલતી રહેતી જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી, 

આગળ વધવાનો સંદેશો હું જાતી.

ખુલ્લા આસમાનમાંથી જનમું છું, 

લીલા ઘાસ પર સૂઈ જાઉં છું, 

મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું.

ન ખાય છે ન પીવે છે, 

બસ અજવાળાને સાથે લઈને ચાલે છે, 

પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે.

શાકભાજીમાં હું છું સૌથી કડવો, 

પણ ગુણ મારા અપાર રોગોને હું ઝટથી કાપું, 

મારું નામ બતાવો ચતુર સુજાણ.

તડકો લાગે તો ઊભો થાતો, 

છાયોં આવે તો મરી જાતો જો કોઈ મહેનત કરે તો 

ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો.

જો તે જાય તો પાછો ન આવે, 

પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે, 

આખી દુનિયામાં ચર્ચા એની એ તો 

સૌથી બળવાન ગણાતો.

એક બગીચામાં અનેક ફૂલ, 

ને તે ફૂલોનો છે એક રાજા રાજા જ્યારે 

આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા.

ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર બંધ ડબ્બાનું તાળું ખોલી, 

સામાન સઘળો લઈ જાતો.

રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું 

મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું.

જેમ જેમ સેવા કરતો જાઉં છું,

તેમ તેમ મારું કદ ઘટતું જાય છે, 

રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં,

પાણી સાથે મળી જાઉં છું.

સુવાની એ વસ્તુ છે પણ 

શાકભાજીવાળો વેચે નહીં,

ભાવ તો વધારે છે નહી, 

પણ ભારમાં એ ભારી છે.

અડધું છું ફળ ને અડધું છું ફૂલ, 

કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું.

જાંબુખિલે એક ફૂલ, થાય અંધારું ડૂલ..

ન તો હું સાંભળી શકું, 

ન તો હું બોલી શકું આંખ તો મારે છે 

પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં.

ટર ટર ટર ટર કરતાં ગાય છે,

જાણે પોતાનું ગીત સંભળાવે છે, 

જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે.

આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું, 

જીવોની હું રક્ષા કરી , 

ફળ ફૂલનું દાન આપું છું.

પાણી તો પોતાનું ઘર, 

ધીમી જેની ચાલ ભય જોઈને કોકડું વળતો,

 બની જાતો ખુદની ઢાલ.

કાન મોટા ને કાયા નાની, 

ને કોમળ એના વાળ કોઈ એને 

પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.

છતથી લઈને ખૂણેખાંચરે,

મળી જાતી છ પગવાળી નાર ,

લાળથી વણતું મલમલ જેવુ,

કપડું જાળીદાર.

મંદિર, મસ્જિદ ગુરુદ્વારે

જે પાતી બહુમાન

પાતળી કાયા હોવા છતાં

મહેંક દ્વારા કરે પાન પાન.

જેવા છો તેવા દેખાશો,

માટે મારી અંદર ઝાંકો,

જલ્દીથી દઈ દો જવાબ,

ખુદને ઓછા ન આંકો.

વધુ ઉખાણાં માટે અમારી youtube channel ને subscribe કરો –