rakshabandhan-gujarati-poem-bhai-behen

 સુતરના તાંતણે કે ભલે બંધાઈ રેશમના તાંતણે….

 ચાંદીના તારે બંધાય કે પછી સોનાના તારે …..

ભાઈ બહેન નો સ્નેહ છે હંમેશા અમર તાંતણે …..

હોય ભલે એ ધરતી પર કે પછી આભમાં….

એ વસે છે કાયમ હૃદયની મધ્યમાં……

 એ ભલે ખવડાવે ગોળ કે પછી મેવાઘારી…..

 મીઠાશ છે ભાઈ બહેનની એથી પણ પ્યારી …..

ભાઈલો અને બેનડી ચાલે આંગળી પકડીને ….

કે પછી ચાલે લાકડી પકડીને રહે સંગાથે…

 એ જ શુભકામના કૃતિ કેરી સૌ ભાઈ બહેનને….

 આજના રક્ષાબંધન પર્વ નિમિત્તે

Images created using – https://www.canva.com/