દવે દેવાંશી રોહિતકુમાર
ધોરણ 8
Oaj Institute of Bhavnagar
વીજળી ના ચમકારા ની સમે ક્ષણભર માટે
જયારે માનવી ભગવાન ને ભજે,
ત્યારે ભગવાન ની વ્યથા કોણ જાણે?
હવા ના લહેરખે જ્યારે વૃક્ષ ને
ઠેસ પહોચડતો આ માનવી,
ત્યારે કુસુમ અને પર્ણ ની વ્યથા કોણ જાણે?
ઈતિહાસ ની સ્મૃતિ અને શિક્ષણ ભૂલાવતો આ માનવી,
ત્યારે શિક્ષક ની વ્યથા કોણ જાણે?
દુર્યોધન અને શકુની ની સમે રહેતો માનવી,
ત્યારે પ્રકૃતિ ની વ્યથા કોણ જાણે?
દ્રશ્યમાન પૂતળાઓ પોતાની મર્યાદા ઓળંગે,
ત્યારે દ્રૌપદી ની વ્યથા કોણ જાણે?
સ્વાર્થ ની આ વાદળી જયારે મિત્ર પર વરસી જાય,
ત્યારે મિત્ર ની વ્યથા કોણ જાણે?
કટાક્ષ ની આ જીભ શોણ ના પ્રવાહ માં વહી જાય,
ત્યારે પાંડવકુળ ની વ્યથા કોણ જાણે?
સ્વાર્થસભર પૂતળાઓ જ્યારે શાયર ની શાયરી સ્વનામ કરે,
ત્યારે શાયર ની વ્યથા કોણ જાણે?
આ ગુજરાતી કવિતા ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીની એ લખેલી છે! તમે પણ તમારા બાળકો ને ગુજરાતી લખવા પ્રોત્સાહિત કરો. બાળકો એ લખેલી કવિતા, વાર્તા, blog, comic વગેરે અમને [email protected] પર મોકલો. પસંદ કરેલ entries અમારી site પર publish કરવા માં આવશે.
BAHUJ SARAS KAVITA CHE. CONGRATULATIONS TO HER
khub khub dhanyavad mehul bhai!