bhar-unade-chomasu-new

આ ગુજરાતી blog માં લેખિકા દાન પુણ્ય ની રજુવાત કરે છે.

ગુજરાત જેવું રાજ્ય હોય અને તેમાંય અમદાવાદ જેવું શહેર હોય, ત્યારે મે મહિનો એટલે
ધોમ ધક્તો. 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ થી ઓછું તાપમાન હોય તેવી કલ્પના પણ ન
થઈ શકે. ત્યારે આ મે મહિનામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ચોમાસા જેવું
વાતાવરણ સર્જાયું.


તાપમાન નીચું જતા અને આહલાદક વાતાવરણ સર્જાતા ખેડૂત ભાઈઓ સિવાય
તમામ આનંદવિભોર થઈ ગયા. ઘણા માટે આ પલટો સાહજિક હતો જ્યારે બાળકો માટે
અનેરો આનંદ હતો.


આ વાતાવરણ જોઈ મારા મનમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનો વિચાર
આવી ગયો. આપણા માટે ભર ઉનાળે ચોમાસુ એ એટલી મોટી વાત નથી પરંતુ ધોમ
ધકતા તાપમા ફૂટપાથ પર કે પછી મંદિરના ઓટલા પર જીવન નિર્વાહ કરતા લોકો માટે
જ્યારે આપણા જેવું કોઈ 50 રૂપિયાની નોટ કે એક થાળી ખાવા માટે આપતું હશે ત્યારે
એ લોકોના હૃદયમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવી જ અનુભૂતિ થતી હશે ને?

ઈશ્વરની કૃપા જ્યારે આપણા ઉપર હોય ત્યારે શું આપણે એમાંથી 1% પણ જો
દાન કરીએ તો આ લોકો ને તો શું, આપણા માટે પણ એક આનંદ,સંતોષ અને ભર
ઉનાળે ચોમાસા જેવી જ પળો નહીં બની રહે?

2 thoughts on “ભર ઉનાળે ચોમાસુ”

Comments are closed.