નમસ્કાર મિત્રો…
માતૃભાષા એ આપણી ઓળખ છે. પણ હાલ અન્ય ભાષાઓના ચલણને લીધે આપણી માતૃભાષા વિસરાતી જાય છે. બીજી બાજુ તમને ઈન્ટરનેટ પરથી ગુજરાતી ભાષાની અને ગુજરાતી શીખવતી ઘણી ઉપયોગી વેબસાઈટો મળી રહેશે. અમારું કામ પણ તમને ગુજરાતીમાં માહિતી પહોચાડવાનું છે. તો આવો એવી 30 વેબસાઈટો વિશે જાણીએ. નીચે આપેલ વેબસાઈટ પર સીધુ જવા તેમના નામ પર ક્લિક કરજો.

www.tahuko.com
ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

www.layastaro.com
રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

www.aksharnaad.com
ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.

www.gujaratilexicon.com
આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.

www.vmtailor.com
ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.

www.mitixa.com
કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.

www.sheetalsangeet.com
ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.

www.rankaar.com
પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.

www.cybersafar.com
કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.

www.saurabh-shah.com
જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.

www.anand-ashram.com
સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.

www.pannanaik.com
કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.

www.harilalupadhyay.org
સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.

www.gujaratisahityaparishad.org
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.

https://gorgeousgujjus.com/

અને સૌથી latest અને updated છે અમારી ગુજરાતી website – https://gorgeousgujjus.com/