મિત્રો , તમે ક્યારેય નાનકડો છોડ વાવ્યો છે? અથવા બીજા કોઈએ વાવ્યો હોય તો તે જોયો છે? બધાં જાણતા જ હશે કે છોડને આપણે પ્લાન્ટ કરીયે, વાવીએ અને થોડું ખાતર નાખીયે, પાણી પાઈયે અને એને યોગ્ય હવા ઉજાસ મળે, space મળે એટલે એ grow કરવા લાગે. પછી? પછી શું કામ પૂરું? ના.. કેમકે એને યોગ્ય સમયાંતરે પાણી આપવું પડે, એની તાસીર મુજબ ખાતર નાખવું પડે અને જીવાત ના થાય એ માટે અથવા તો થઇ જાય તો એનેદૂર કરવા માટે જંતુ નાશક દવા છાાંટવી પડે. અને આ રીતે એની થોડી સાંભાળ લઈને એને સીંચતા રહીએ તો એમાં પુષ્પ આવે, એ ખીલી ઉઠે અને આપણા આાંગણા કે ઘર ને કેવી તાજગી આપે..! હેને?
પણ જો એક વખત વાવી દીધા પછી એનું સિંચન ના કરીએ તો? તો શું થાય? એ નબળો પડતો જાય, સુકાતો જાય અને આપણે કહીએ કે છોડ બળી ગયો. મિત્રો…! જયારે તમે કોઈ છોડ ને વાવો ત્યારે legal agreement કરો છો? કે હું તારું સિંચન કરીશ..નહી ને..! છતાં જો આપણે એને આપણી ઈચ્છા થી વાવ્યો તો એનું સિંચન કરવું જ રહ્યું, બાકી તો એ બળી જ જાય.
મિત્રો.. સંબંધોનું પણ કાંઈક આવું જ છે. આપણે વાવી તો દઈએ છીએ પણ પછી એનું સિંચન ના કરીએ તો? એ સંબંધ પેલા છોડ ની જેમ મુરઝાય જ જાય. અને પેલા છોડ
ની જેમ દરેક સંબંધ legal agreement કરી ને નથી થતા. પણ મિત્રો.. જયારે કોઈ સંબંધ બાંધીયે તો commitment એની સાથે અનિવાર્યપણે આવી જ જાય છે. આપણે વગર કારણે busy bee થઇ ને ફરતાં હોઈએ છીએ. છોડ રોપ્યા પછી એનું સિંચન નથી કરતા અને કહીએ છીએ કે સમય નથી.
અરે…! તો એ સંબંધ બાંધ્યો જ શા માટે? અને ઉપર થી ફરિયાદો કરીએ કે આ છોડ તો મુરઝાય ગયો. એ મુરઝાયેલો હોય એમાં વાંક કોનો? એનું કારણ શું છે ખબર છે? એક તો આપણને સંબંધોની સાચી સમજણ જ નથી. તમને ખ્યાલ હશે કે ખેતરમાં મુખ્ય પાક વાવ્યો હોય ને એની આસપાસ નિંદામણ ઉગી નીકળે. અને જો આ નિંદામણ ને યોગ્ય સમયે દૂર કરવા માં ના આવે તો એ પાકનું મુખ્ય પોષણ પણ ખાઈ જાય. અને પાક ને પૂરતા પ્રમાણ માં પોષક તત્વો ના જ મળે.
મિત્રો …આ સમસ્યા સંબંધોમાં પણ છે. આપણે શું કરીએ છીએ કે પેલા ટ્રી પ્લાનટેશન ના પ્રોગ્રામ ની જેમ ઢગલા બંધ સંબંધો ના પથારા પાથરી દઈએ. પછી એનું જતન કરવું અશક્ય થઇ જાય. અને બીજું આપણા સંપર્ક માં આપણી device માં નિંદામણ જેવા સંબંધો એટલા બધા હોય છે કે જેને લીધે જે સંબંધો ખરેખર સાચવવા જેવા છે એનું સિંચન નથી કરી શકતા.
મિત્રો..! આપણે એક વાત તો સમજવી જ પડશે. Commitment તો જીવન ના દરેક ક્ષેત્ર માં જોઈશે જ. અને સંબંધો નું સિંચન કરવું પણ જરૂરી જ છે. અને એના માટે પ્રથમ તો નિંદામણ ને દૂર કરો. મિત્રો સફળતા અને લોકપ્રિયતા ની ચાહના માણસ ને કદાચ હિમાલય ના શિખર સુધી લઇ તો જશે પણ, રહેવું શક્ય નહિ બને.આપણે કાયમ માટે ત્યાં નથી રહેવાનાં. એના માટે તો તળેટી માં જ આવવું પડશે.
મિત્રો સંબંધો ને સમજો, એની તાસીર ને સમજો, એના માટે સમય ફાળવો અને નિંદામણ જેવા સંબંધો ને દૂર કરી નાખો. આપણે બોલતા હોઈએ છીએ ને કે stay connected buddies ..! પણ સંબંધો નાં પથારા ન પાથરો. અને તેના માટે you need to be disconnected…! બિનજરૂરી સંપર્કો અને સંબંધો થી દૂર થઇ જાઓ. અને જે જરૂરી છે એના માટે સમય ફાળવો. મિત્રો એક છોડ વાવો, પણ જો એનું જતન કરશો ને તો આખા ઘર માં તાજગી અને સુગંધ ફેલાવી દેશે. તેજ રીતે સંબંધ અને સંપર્ક એની સાથે રાખો જે તમારા જીવન ને મહેકતું રાખે. બાકી નિંદામણ તો એની રીતે ઉગી જ નીકળશે. ખરું ને…!
તો મિત્રો… મસ્ત રહો..જબરદસ્ત રહો…કેમ કે આ દુનિયા ચાલતી જ રહેશે, કાલે તમે રહો કે ના રહો …!
Images created using – https://express.adobe.com/