gujarati-blog-maja-ni-life

મુન્ના ભાઈ m.b.b.s. નો એક સીન છે જેમાં પારસી કાકા કેરમ ની રમત રમતાં-રમતાં જ્યૂસ પીવે છે અને કહે છે – ‘કેરમ રમવાનું, જ્યૂસ પીવાનું, મજા ની લાઈફ!’. ફક્ત આ એક સીન થી તમને ખબર પડી જાય કે કાકા એ ખરેખર મજા ની લાઈફ જીવી છે. મારા માટે મજા ની લાઈફ છે મારી દિવસ ની ત્રણ વાર ની આરામ ની પળો ની કૉફી. 

મેં નાનપણ માં ક્યારેય ચા નથી પીધી. પણ જયારે બૉર્ડ ની exams માટે ઉજાગરા કરતી ત્યારે મારા પપ્પા મારા માટે ખાસ વર્લ્ડ’સ બેસ્ટ કૉફી બનાવતા. એકદમ સિમ્પલ રેસીપી – દૂધ માં નહીં સરખી ખાંડ નાખી ઉકાળો, નાના કપ માં એક મોટી ચમચી કૉફી પાવડર નાખો અને દૂધ રેડો. મારા પપ્પા એના પાર થોડી મલાઈ નાખતા અને ખૂબ ખૂબ પ્રેમ મિલાવતા. ઓહો! શું સ્વાદ અને અનુભવ હતો!

હવે હું બે દીકરાઓ ની માં બની ગયી છું. એ પપ્પા નો હૂંફ, પ્રેમ અને કૉફી નથી. લાઈફ માં બસ દોડ-ભાગ અને વ્યસ્તતા છે. આવા માં થોડા સમય થી મેં દિવસ માં ત્રણ વાર કોફી વિથ સમ “me” ટાઈમ ચાલુ કર્યું છે. વહેલી સવારે 5:30 વાગ્યે જયારે ઘર માં બધાં સૂતા હોઈ ત્યારે પોતા માટે ગરમ ગરમ કૉફી બનાવું અને શાંતિ થી બાલ્કની માં બેસી ને પ્રકૃતિ નો આનંદ માણતા માણતા  કોફી પીઉં. પછી બધા કામ માં થી પરવારી ને સવારે 10:30 વાગ્યે કોફી નો બીજો ડોઝ. આ સમયે મારી બહાર ની દુનિયા માં કોઈ પણ ઉથલ-પાથલ  થતી હોઈ, હું મારી અંદર શાંતિ રાખી, મારી ગરમ ગરમ કૉફી પીઉં. અને પછી બપોર નું બધું કામ આટોપી, એક ક્વિક nap લઇ અને ત્રીજી વાર નો કૉફી નો ડોઝ. 

વાત ફક્ત કૉફી ની નથી. વાત છે આપણા મન માં સુકૂન અનુભવવાની. આધુનિક લાઈફ ની ભાગદોળ માં એવું કંઈક દરરોજ કરવું જોઈએ જે તમારા શરીર અને મન ને રાહત આપે. ભલે થોડા સમય માટે જ હોઈ પણ બહાર ની દુનિયા આપણ ને સ્પર્ષે નહીં એવો ટાઈમ આપણા માટે કાઢવો જોઈએ. પછી એ કૉફી હોય કે ચા, કે કોઈ રમૂજી લેખ હોય કે વીડિઓ, ધ્યાન હોઈ કે આધ્યાત્મિક કાર્ય  – તમારી લાઈફ ની થોડી પળો રોજ મજાની બનાવો. comments માં જણાવો તમારી મજાની લાઈફ શું છે?