બોલિવૂડ-ઝીનત અમાન

ઝીનત અમાને તેની 40 વર્ષની આંખની ઈજા માટે સર્જરી કરાવી, હોસ્પિટલની તસવીરો શેર કરી.

instagram પર follow કરવાં જેવાં celebrities માં થી એક છે Zeenat Aman. તેમની હર એક પોસ્ટ માં કઈંક નવીન વાત જાણવા મળે છે, કે પછી એ જયારે leading lady હતાં ત્યાર નાં સમય ની કઈંક નાની મોટી વાત share કરે છે. એમની લખવા ની છટા ખુબ રસપ્રદ છે. બહુ પ્રામાણિકતા થી ઝીનતજી પોતાની વાત રજુ કરે છે.

હાલ માં એમણે, એમને આંખ માં થયેલી injury વિષે પોસ્ટ share કરી છે. એમના જેવી સશક્ત, પગ ભર અને modern યુવતી સાથે જે થયું એ ખુબ ખુબ નિંદનીય છે. વિચાર કરો કે બીજી મહિલાઓ સાથે શું શું થતું હશે અને કોઈ ને ખબર સુધા થતી નથી. જે લોકો આ કિસ્સા થી વાકેફ નથી એમને જણાવી દઈએ કે સંજય ખાને એક party માં ઝીનત જી ને એટલું માર્યું હતું કે એમની આંખ permanently damage થઇ ગયી હતી.

ઝીનત જી ની instagram post:

https://www.instagram.com/p/CzVVQARiDwB/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

જો કે, ઝીનત અમાને સંજય ખાન નું નામ નથી ઉલ્લેખ્યું પણ, એ જણાવ્યું છે કે એમને ઈજા થઇ હતી. અને આ ઈજા ને લીધે એમની કારકિર્દી ને ઘણો આઘાત લાગ્યો હતો કેમ કે એમની કારકિર્દી એમનાં દેખાવ પર નિર્ભર હતી. એમણે જણાવ્યું કે અમુક નિર્માતા નિર્દેશક એમને હજું કામ આપતા હતાં. આ injury એ ફક્ત એમનાં દેખાવ પર જ અસર નથી કરી, પણ એમની દ્રષ્ટિ ને પણ affect કરી હતી. એ વખતે doctors એ ઘણી try કરી પણ એમની આંખ પેહલા જેવી ના થઇ શકી.

પણ હવે આધુનિક techniques થી એમની આંખ સાજી થઇ શકે એવું એમને ડોક્ટર્સે જણાવ્યું અને ઝીનત જી એ હિન્દુજા હોસ્પિટલ માં આંખ નું ઓપરેશન કરાવ્યું. એમણે એમનાં દીકરા, પરિવાર, હિન્દુજા હોસ્પિટલ અને Dr. સવરી દેસાઈ નો આભાર વ્યક્ત કર્યો.

ભગવાન એમને જલ્દી સાજા કરી દે એવી શુભકામના!