મમ્મી: ચિન્ટુ, તને આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા?
ચિન્ટુ: ગેરહાજરીને કારણે!
મમ્મી (આશ્ચર્ય સાથે): તું પરીક્ષાના દિવસે ગેરહાજર હતો?
ચિન્ટુ: ના, મારી બાજુમાં બેઠેલો છોકરો ગેરહાજર હતો!
ચિન્ટુ: પપ્પા, મને ગણિતની પરીક્ષામાં A grade મળ્યો!
પપ્પા: શાબાશ, ચિન્ટુ! અને ઇંગલિશ માં તને શું grade મળ્યો?
ચિન્ટુઃ પપ્પા, આજે આપણે સફળતાની વાત કરી રહ્યા છીએ, નિષ્ફળતાની નહીં.
ચિન્ટુ: શિક્ષકે વર્ગખંડમાં સનગ્લાસ કેમ પહેર્યા હતાં?
મિત્ર: મને ખબર નથી, કેમ?
ચિન્ટુ: કારણ કે તે તેજસ્વી વિદ્યાર્થીઓ પર નજર રાખવા માંગતા હતાં!
શિક્ષક: ચિન્ટુ, એવી પાંચ વસ્તુ ના નામ બોલ જેમાં દૂધ હોય.
ચિન્ટુ (ઘણો વિચાર કરી ને) : સર. ચીઝ, દહીં, આઈસ્ક્રીમ……અને…….. અને…. બે ગાય.