અરે, અરે,
ક્યાં ભાગે છે? ઉભો રે..
થોડો ધીમો પડ ,
થોડો હળવો થા…
ક્યાં ભાગવું છે?
ક્યાં પહોંચવું છે?
કોને દેખાડવું છે?
બીજું બધું મૂકી દે,
તારા મન ને શાંતિ દે.
થોડો ઉભો રહી જા..
શું લૂંટાઈ જશે?
તું બે મિનીટ આરામ કરીશ,
તો શું લૂંટાઈ જશે?
બે મિનિટ scroll ના કર,
અહીં અટકી ને આરામ કર,
કેટલાં video જોઇશ?
ક્યારે ધરાઈશ?
મારા વ્હાલા ઉભો રે,
થોડો ઉભો રહી જા….