આ ગુજરાતી બ્લોગ માં લેખિકા આપણા જીવન માં હિમ્મત રાખવી કેટલી જરૂરી છે એ વાત જણાવે છે.
હું જ્યારે 20 વર્ષની હતી ત્યારે અમારી પડોશમાં એક U.P. નું ફેમિલી રહેતું હતું. ઘરમાં ચાર સભ્યો હતા. પતિ-પત્ની અને બે બાળકો – ત્રણ વર્ષની દીકરી અને માત્ર દોઢ વર્ષનો દીકરો. ભાઈ મોટી કંપનીમાં સારી પોસ્ટ પર હતા. ઘણા જ mixing સ્વભાવના હતા. આથી અમારી સોસાયટીમાં જે અમારું ગ્રુપ હતું એમાં એ ભળી ગયેલા. અમે ઘણાં get together માં સાથે આનંદ કરેલો.
એ લોકો અમારી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા. લગભગ એમને આવ્યે બે વર્ષ જેવું થયું હશે. એક વખત શનિ-રવિની રજાઓ માં family picnic પર ગયું હતું. શહેરથી થોડે જ દૂર જતા એમની કારનો જબરજસ્ત એકસીડન્ટ થયો. કારનો કચ્ચરઘાણ થયો અને સાથે ભાઈનો પણ અંત આવ્યો.
આ અત્યંત આઘાતજનક સમાચાર અમને મળતા જ સૌથી પેહલા અમને તેમના માસુમ બાળકો નો વિચાર આવ્યો. આ નાનાં નાનાં બાળકો નો ઉછેર હવે એમની મમ્મી એકલી કેવી રીતે કરશે? એમનાં ઘર નો, સ્કૂલ નો ખર્ચો કેમ પૂરો થશે? પાછું એ દંપતિ એ પ્રેમ લગ્ન હતાં અને બંનેના માતા-પિતાથી વિરુદ્ધ જઈને લગ્ન કરેલા આથી લગ્ન પછી એમના કુટુંબ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ગુજરાતમાં job મળતાં તેઓ U.P. છોડી ગુજરાત સ્થાયી થઇ ગયા હતા. આથી આ રાજ્ય અને શહેર તથા ભાષા બધું જ એમના માટે અજાણ્યું
હતું.
આટલી મુશ્કેલી છતાં પણ એ બેન ની હિમ્મત કાબિલે-તારિફ હતી. એ બેન ખાસ ભણેલા પણ નહોતા, છતાં પણ એમણે હિંમત ન હારી. તે જાણીતા ડોક્ટર પાસે ગયા અને
વાત કરી. ડોક્ટરે એમને supporting નર્સિંગ સ્ટાફ તરીકે રહેવા કહ્યું. રહેતા રહેતા તેમણે નર્સિંગ નું બધું શીખી લીધું અને પરીક્ષા પણ પાસ કરી. બંને છોકરાઓને પડોશી પાસે મન મક્કમ કરીને મૂકીને જતા અને આવીને બાળકોને
સાચવતા.
આ રીતે તેમણે હિંમત સાથે ત્રણ અને દોઢ વર્ષના બાળકોને 15 વર્ષના કર્યા. ભણાવ્યાં, ગણાવ્યાં, પગ ભર કર્યા. હવે મારી સામે જયારે મુશ્કિલ પરિસ્થિતિ આવે ત્યારે હું એ બેન ને યાદ કરું અને વિચારું કે એમની જેમ હું પણ હિમ્મત રાખીશ તો હું પણ આ મુશ્કેલ પાર કરી જઈશ. આ રીતે એ મારી જેમ બીજા ને પણ પ્રેરણા આપતા ગયા. કહેવાય છે કે જ્યારે હિંમત આપણામાં હોય ત્યારે આપોઆપ આપણને ઈશ્વર મદદ કરવા આવી જતા
હોય છે.