અમારા ઘરની બહાર હમણાં ઘણા દિવસથી કબૂતર માળો બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમને જોઈને મારા મનમાં આ લેખ લખવાનો વિચાર આવ્યો.
અત્યારના બહુમાળી મકાનોમાં લોકો કબૂતર નાં ત્રાસ થી પરેશાન છે. બાલકની વગેરે માં કબુતરો માળો બાંધી ખરાબ ન કરે એ માટે લોકો કબૂતર જાળી
લગાવી દેતા હોય છે. મોટા મોટા શહેરોમાં પક્ષીઓને માળો બાંધવાની કોઇ જગ્યા જ બચી નથી. છતાં પણ એ પક્ષીઓ નાસીપાસ થતા હશે?
તેઓ પ્રયત્ન કરતાં કરતાં નવી નવી જગ્યા શોધી લેતા હોય છે.
અમારા ફ્લેટના એન્ટ્રન્સ માં રાખેલા કુંડા માં કબૂતર એ માળો બનાવવાનો પ્રયત્ન ચાલુ કર્યો. અને તેમાં તણખલાઓ ગોઠવવા લાગ્યા. આજુબાજુના બાળકોએ રમતા-રમતા કુંડા ને તેની જગ્યાએ થી ખસેડી દીધું. વળી કચરા વાળા ચામુંડા બેન તણખલા ને કચરો સમજી લઈ ગયા. બિચારા કબૂતર પર ફરી આવી ને પોતાનો બનાવેલો માળો શોધવા
લાગ્યાં.
ન મળતાં તેઓ એ ફરીથી અમારા બારણા ઉપર લગાવેલી છાજલી પર જગ્યા ખોળી કાઢી. અને ફરી માળો બનાવવાનું ચાલુ કર્યું. ઈંડા સેવ્યા અને બચ્ચાને જન્મ પણ આપ્યું.
આ જોઈ થયું કે આપણે પક્ષીઓની સરખામણીમાં કેટલાક સ્વતંત્ર છીએ છતાં પણ નાની નાની બાબતોમાં પણ નાસીપાસ થઈ જતાં હોઈએ છીએ જ્યારે એક રસ્તો અટવાય કે બંધ થાય ત્યારે આપણી પાસે તો બીજા અનેક રસ્તાઓ ખુલ્લા હોય છે. છતાં આપણે બંધ રસ્તા ને નજરમાં રાખી આખી જિંદગી અફસોસ કરતા રહીએ છીએ.
તો શું આપણે આ નાનકડા કબૂતર પાસેથી પ્રેરણા લઇ શકીએ?
Images created using adobe express – https://express.adobe.com/