gujarati-blog-vairagya

એવું કહેવાય છે કે પુરુષને સ્મશાન વૈરાગ્ય અને સ્ત્રીઓને પ્રસવ વૈરાગ્ય આવે છે. શું છે આ બંને ?


પોતાના સ્વજનોને જતા જોઈ, પંચમહાભૂતમાં વિલીન થતાં જોઈને દરેક ને મનમાં વૈરાગ્ય આવે છે. શરીર નાશવંત છે અને આખરે માટીમાં ભળી જાય છે. બાકી બધી ફક્ત મોહમાયા છે, આવો વિચાર આવે છે. અમુક ઘડી, અમુક કલાકો કે અમુક દિવસો સુધી મનમાં ચાલતી અસમંજસ ને સ્મશાન વૈરાગ્ય કહેવાય છે.


પણ વિચાર આવે કે જિંદગી સાથે રહેલી વ્યક્તિને શું આપણે કલાકમાં જ ભૂલી જઈએ છીએ? બીજા જ દિવસથી આપણી રોજીંદી ક્રિયાઓ સાથે ફરી વળી જઈએ છીએ? કોઈ પણ વ્યક્તિ સ્વજનને ગુમાવ્યા પછી ખરેખર વૈરાગી બની જતી નથી. કેમ કે ઈશ્વરીય વિરાટ શક્તિ આપણામાં જ રહેલી છે અને આથી જ આ સંસાર ચક્ર ચાલ્યા કરે છે.


આ રીતે સ્ત્રી પ્રસુતિની પીડા વખતે અશહય પીડા માંથી પસાર થાય છે અને બાળક ની કિલકારી થતા ની સાથે જ આ પીડા – દર્દ ક્ષણ માં ભૂલી જાય છે, જેને પ્રસવ વૈરાગ્ય કહેવાય છે.


આ બંને વૈરાગ્યમાંથી પસાર થઇ ને ફરી આપણે હતા ત્યાંને ત્યાં જ આવી જઈને છીએ. એ વાસ્તવિકતા છે. પરંતુ આમાંથી પસાર થયા પછી આપણે સંસારમાં રહીને પણ વૈરાગ્ય ન કેળવી શકીયે ? વૈરાગ્ય એટલે માત્ર કેસરી કપડાં પહેરી સંસાર ત્યાગી નીકળી પડવું એમ નથી પરંતુ એક નાનકડી શરૂઆત ના રૂપે સ્વઆત્માને ઈર્ષા, ચાલાકી, અહમરુપી રહેલા ગુણને તો બદલી શકીયે.


અપને વિરાટ બ્રમ્હાણ્ડના માત્ર એક સૂક્ષ્મ ક્ણ છીએ તો શા માટે કોઈને ખુંચે એવો ક્ણ બનીએ!

Images created using – https://express.adobe.com/