gujarati-poem-daughter-mari-dikari

સમયને પાંખો હોય છે
એ મને આજે ખબર પડી
કાલે પારણાં માં ઝૂલતી મારી દિકરી
આજે આટલી મોટી થઇ ગઈ?!

કાલે આંગળી પકડી ને ચાલતી….
આજે ફ્લાય કરતી થઇ ગઈ..

કાલું કાલું બોલતી એ
આજે દલીલો કરતી થઇ ગઈ?!

મમ્મીના હાથે ….મીઠું..મીઠું ખાતી
આજે ઝોમાટો પાર ઓર્ડર કરતી થઇ ગઈ?!

આવી વ્હાલી દીકરી ને જોઈ આજે
બે વિરોધી લાગણીઓ જાગૃત થઇ.

મોટી થયાનો સંતોષ અને
જલ્દી મોટી થયાનો અસંતોષ ……

આજે મારા માતૃવની પરિભાષા સાર્થક થઇ ગઈ
આજે મારી દીકરી મોટી થઇ ………

Images created using adobe express – https://express.adobe.com/