gujarati-language-vad-nu-jad

મને ગુજરાત થી બહાર નીકળીએ 17 વર્ષ થઇ ગયા. આ 17 વર્ષો માં હું પુણે, પટના, ટોરોન્ટો, હૈદરાબાદ એમ અનેક સ્થાનોએ રહેલી છું. પણ જે મજા ગુજરાત માં છે એવી બીજે ક્યાંય નથી અને ગુજરાતીઓ જેવા રંગીલા, શોખીન, મઝેદાર, મળતાવડા, સમજદાર, સીધા, ભોળા, ભલા માણસો પણ બીજે મળવા અઘરા છે. અને આપણી ગુજરાતી ભાષા પણ આપણા લોકો અને ભોજન ની જેમ મીઠી છે.

પણ એક વાત છે કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભાષા એટલી અપનાવી લીધી છે કે જાણે અજાણે આપણી સંસ્કૃતિ અને ભાષા ને આપણે નિમ્ન માનવા લાગ્યા છીએ. કોઈ ઇંગલિશ ફડફડાટ બોલે કે મોડર્ન કપડા પેહરે તો આપણે એને પોતા થી ઊંચ કક્ષા ના માનવા લાગીએ છીએ. આજકાલ ઝાઝા ભાગ ના છોકરાઓ english medium schools માં જ ભણે છે. એટલે એ english આમ પણ શીખવા ના જ છે. તો પછી આપણે ઘર માં english શું કરવા બોલવાનું? ઘણા બધા વાલીઓ આવડતું ના હોય તો પણ પોતાના સંતાનો સાથે ઇંગલિશ માં વાત કરે!

મારાં મમ્મી – પપ્પા નાં સમય માં બધા ઝવેર ચંદ મેઘાણી, કે. એમ. મુન્શી, ગોવર્ધન રામ ત્રિપાઠી વગેરે વાંચતા. આપણે શું વાંચીએ છીએ? અરે આપણે ગુજરાતી વાંચીશું તો આપણા છોકરાઓ ને પણ મન થશે. આપણા ધાર્મિક પુસ્તકો પણ માતૃ ભાષા માં જ વધારે સમજાય. જો છોકરાઓ ને માતૃ ભાષા નો આધાર નહિ હોય તો જયારે તે મોટા થશે ત્યારે આપણી ધાર્મિક વાતો માં પણ તેમને રસ નહિ પડે. આપણી ભાષા ની કહેવતો ઇંગલિશ માં બોલી શકશો? ભાષા માત્ર બોલવા નું સાધન નથી, એ પીઢીઓ થી સંઘરેલુ જ્ઞાન ધન છે, કળા છે. આપણે આ ધન ને વેડફનારી પીઢી નાં બનીએ એના આપણે પ્રયત્નો કરવા જોઈએ.

મિત્રો, તમારો શું વિચાર છે આ બાબતે? જો તમારા ઘર માં ગુજરાતી વાંચન ની ટેવ હોય તો તમે શું શું વાંચો છો? ગુજરાતી novels, books, magazines એ માહિતી share કરો તો આપણા બીજા readers ને પણ એ માહિતી મળે.

Images created using adobe express – https://express.adobe.com/