એક કુટુંબ મેળો
“મમ્મી સાંભળે ? જીજ્ઞાબેન નો ફોન આવી ગયો હો ….. માનદ ના લગ્નની તારીખ 20, 21, 22 May આવી છે.” મેં કૅલેન્ડર પણ જોઈ લીધું. શુક્ર ,શનિ ,રવિનો મેળ અને સાથે છોકરાઓનું વેકેશન પણ!
લગ્ન જ્યાં યુગલ માટે દામ્પત્ય જીવન માં પ્રવેશ દ્વાર હોય છે ત્યાં જ બીજા કુટુંબીજનો માટે એક સ્નેહમિલન પ્રાંગણ બની રહે છે. વડીલો યુવાનો અને બાળકો સૌ કોઈ પોતાના મામા ,માસી, કાકી , ફોઈ વગેરે મળે છે. આ વ્યવસ્થા અત્યારના બાળકો માટે આભાર રૂપ છે. નહીંતર ભવિષ્યમાં કદાચ આપણા બાળકો ફક્ત માતા-પિતા અને દાદા-દાદી સિવાય કદાચ કોઇને પણ ના ઓળખતા હોય.
વર અને કન્યાના માતાપિતા માટે ખરેખર પ્રસંગ પાર પાડવાની બહુ મોટી જવાબદારી હોય છે. જે આવેલ તે વ્યક્તિ ને સાચવવા અને સાથે પ્રસંગ પણ..
ભલે સમય સાથે એનું રૂપ બદલાતું રહે… ત્રણ ચાર દિવસ નો પ્રસંગ કદાચ એક get-together માં ભલે બદલાય. પણ એ ચોક્કસ જરૂરી છે – આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે!
Images created using adobe express – https://express.adobe.com/