અરે ઓ ગુજરાતી,
તું તારા ગુજરાતી ગર્વ ને જગાડ.
ભલે તું પારકી ધરા ખૂંદે,
પણ તારી સોરઠી માં ની કાંખ ના ભૂલતો.
ભલે તું કેટ કેટલી ઊંચાઈ આંબે,
તારા વડીલે જે ગિરનાર સર કર્યા એ ના ભૂલતો.
ભલે તું આધુનિક સગવડો ભોગવે,
પણ દેશી તાપણે જે હૂંફ આપી એ તું ના ભૂલતો.
ભલે તું ફૂલ ની પથારી બનાવે,
પણ જે બાવળે બોર આપ્યા તેને ના ભૂલતો.
ભલે તું ખૂબ આગળ વધ,
પણ પાછું વળવા નો રસ્તો ના ભૂલતો.
અરે મારા વ્હાલા,
તારા ગુજરાતી મૂળ ને ના ભૂલતો.