આ blog મારા સાત વર્ષ ના દીકરા ની પ્રેરણા થી લખું છું. થયું એવું કે એક દિવસ હું મારા દીકરા સાથે વાતો કરતી હતી. ત્યારે એવું લાગ્યું કે એને જીવન, મૃત્યુ, જીવન ની મુશ્કેલીયો વિષે ઘણા પ્રશ્નો છે. આ 7-8 વર્ષ ની ઉમર એવી હોય છે જ્યારે બાળકો આ બધી વાતો બાબતે ધ્યાન આપતા થઈ જાય છે. એમને પોતાની અને પોતાના પ્રિય જનો ની ચિંતા થવા લાગે છે. લાઇફ ની uncertainities વિષે તેઓ વિચારતા થઈ જાય છે. આ discussion કરતાં કરતાં મને થયું કે આ સારો મોકો છે એને થોડી spirituality વિષે અવગત કરાવવાની.
મે કઈંક આવી રીતે સમજાવવાની try કરી – ભગવાને આપણ ને બધા ને બનાવ્યા છે અને આ સુંદર પ્રકૃતિ પણ બનાવી છે. એ ભગવાન હમેશા આપણી રક્ષા કરે છે. બધા ના જીવન માં મુશ્કેલીયો આવે છે. પણ આપણે હિંમત થી એ મુશ્કેલીયો નો સામનો કરવાનો. આપણે સારા કર્મો કરીએ તો આપણ ને ફળ પણ સારું જ મળે છે. ક્યારેક ફળ જલ્દી મળે તો ક્યારેક late મળે પણ સારું જ મળે છે.
આ વાત સાંભળી ને મારો દીકરો કહે. મમ્મી આ તો Mario જેવું છે (Mario એની favorite video game છે). તો મે પૂછ્યું કઈ રીતે? તો કહે જો – ભગવાન લેપટોપ લઈ ને બેઠા છે. પછી આપણ ને બધા ને mario બનાવ્યા છે.અને life ની game install કરી. પછી એ ગમે નું એક remote આપણ ને આપી અને આ પૃથ્વી પર મોકલ્યા છે.
લાઇફ માં નાના મોટા વિઘ્નો આવે એ game માં આવતા નાના મોટા villians જેવા છે. પાછા મારા દીકરા ને એ બધા villians ના નામ પણ આવળે – gumba, kuppa, વગેરે -વગેરે . આ બધા hurdles ને આપણે આપણી જાત મહેનત થી અને ભગવાને આપેલ remote થી પાર કરવું પડે. પછી વચ્ચે વચ્ચે ભગવાન rewards પણ આપે જેવા Mario માં આવે. પછી Mario માં stages હોય છે એમ life માં પણ એક stage સફળતા થી પાર કરો તો next સ્ટેજ આવે – બાળપણ, યુવાની, ગઢપણ. અને અંત માં game over થાય ત્યારે આપણે કેવી game રમી એ પ્રમાણે final score મળે.
આ વિવરણ સાંભળી ને મને ખબર પડી કે દીકરો સારી રીતે સમજી ગયો છે. હવે મારે આ વિષય પર એને સમજાવવાની જરૂર નથી. ઊલટું એની પાસે થી જ કઈંક શીખવાની જરૂર છે! તમને તમારા બાળકો એ શું શિખવાડ્યું? Comment માં જણાવશો.