latest-gujarati-blog-jethalal-ka-ultah-chashma

દોસ્તો આપણે બધાએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, ભાભીજી ઘર પર હૈ, May i come in madam કે પછી શ્રીમાન શ્રીમતી આ બધી serials માં થી કોઈ ને કોઈ serial તો જોઈ જ હશે અને માણી પણ હશે. મને પણ તારક મેહતા ક ઉલ્ટા ચશ્મા ના શરૂઆત ના episodes એટલા ગમે છે કે એ વારે વારે જોયા કરું . ખાસ કરી ને જેઠા, દયા અને બાપુજી ની જુગલ બંધી ખૂબ જોવી ગમે. એક પછી એક હાસ્ય થી ભરપૂર interesting topics આવતા જ જાય. ભાભીજી ઘર પર હૈં પણ ખૂબ રસપ્રદ છે. અને બધા actors ની comic timing પણ ગજબ ની છે. 

પણ મને એ વાત ખટક્યા કરે કે આ બધી સેરિયલ્સ માં હીરો પરણેલો હોય તો પણ બીજી સ્ત્રી તરફ આકર્ષિત થતો દેખાડવા માં આવે છે. અને આપણે કેટલી સહજતા થી આ વાત જોઈએ છીએ, માણીએ છીએ અને હસીએ છીએ. બસ સ્વીકારી લીધું છે કે ‘men will be men’. આ બધી serials mostly સહ પરિવાર જોવાતી હોય છે. એટલે કે આપણે છોકરાઓ ને પણ લીલી ઝંડી આપી દીધી – પરણેલા હોવા છતાં બીજી સ્ત્રી પર નજર નાખવી એ સામાન્ય છે. અને આવું કરવા થી જાણે એ સ્ત્રી ને સુંદરતા નું certificate મળતું હોય એવું અનુભવ થાય. દયા થોડી ગામડા ની છે એટલે જેઠા લાલ ને મોડર્ન બબીતા ગમે છે. વિભૂતિ પાસે અનીતા ઘર નું કામ કરાવે એટલે એને ઘરેલુ અંગૂરી ભાભી ગમે છે. એટલે કે પુરુષ આવું કરે છે એનું કારણ એની વાઇફ માં રહેલી કઈંક કમી છે એવું દેખાડવા માં આવે. 

હવે આ જ situation ને ઊલટી કરી ને જુઓ તો? જો બબીતા દયા ને હેરાન કરી ને જેઠા લાલ ને line મારતી હોય તો ? બે પાડોસણ એક બીજા ના પતિ ને મેળવવા માટે જાત જાત નાં નુસખા કરતી હોય તો? તો શું આ સેરિયલ્સ એટલી જ કોમેડી લાગત? શું એ આટલી જ hit થાત? ઘણી વાર serials માં આવું થતું હોય છે તો એમાં એ સ્ત્રી  ને vamp દેખાડી હોય છે heroine નહીં. અને serials ખૂબ ગંભીર હોય છે કોમેડી નહીં. તમારું શું કહેવું છે? આપણે as a society આવા  સૂક્ષ્મ male chauvinism વિષે જાગ્રત થવું જોઈએ. અને પુરુષ અને સ્ત્રી બંને પોતાની મર્યાદા માં રહે તો જ શોભે એવું જ દર્શાવવું જોઈએ. તમારો આ વિષે શું વિચાર છે? તમારી નજર માં આવી કોઈ સેરિયલ્સ છે જે તમને થોડી વાંધાજનક લાગી હોય પણ બીજા લોકો ને નહીં? comment માં જરૂર જણાવજો.