gujarati-blog-ek-alien-family
Three green aliens with red flag illustration

અમે  હમણાં  એક મહિના  પેહલા   હૈદરાબાદ માં’ એક  gated community માં  flat લીધો અને ત્યાં શિફ્ટ થયા .   Lockdown  ને  કારણે  ખાસ  કોઈ  પાડોશી  સાથે  મુલાકાત  નથી થઈ  શકી .  પણ અમારા  block ની  સામે  ના  block માં  ફોર્થ ફ્લોર પર  એક  ફેમિલી  રહે  છે.   હું  મારી  balcony થી  એમને  જોતી  રહતી  હોઉ  છું અને  જ્યારે  જોઉં  છું  ત્યારે એવું  લાગે  જાણે  એ  ફેમિલી  બીજા  ગ્રહ  થી આવી હોય .  જાણો  કેમ  – 

સૌથી  પેહલી  વાર  જ્યારે  મેં  એમને  notice કર્યા  ત્યારે  જોયું  કે  એમના  બે  બાળકો – મોટી  દીકરી  8-10  વર્ષ  ની અને  નાનો  દીકરો  આશરે  6-7 વર્ષ  નો – નીચે  પાર્કિંગ માં  બંને બાળકો  લગભગ  એમની  જ  size ની  bags ખભા  પર  લટકાડી  ને  ઊભા  હતા  અને car ની રાહ જોઈ રહ્યા  હતા. અમારા  ઘર માં તો એવી હાલત છે કે અમારા દીકરા  એ  માર્કેટ થી આવતા  1 kg નો  સામાન  પણ  ઉઠાવ્યો હોય તો  વારે વારે  કહે – હવે તમે ઉઠાવી લો, મારા થી નથી ઉપડતો! અને આ બે બાળકો મસ્ત મસ્તી  માં  ભારી ભારી bags ઉઠાવી  ને દોડતા હતા. ત્યારે મને આ બાળકો આજ કાલ  ના ફૂલ કુમાર  અને ફૂલ કુમારીઓ  થી અલગ લાગ્યા. 

પછી થોડા દિવસો બાદ જોયું તો એમની દીકરી માટે તેઓ  નવી સાઇકલ લાવ્યા – થોડી મોટી સાઇકલ હતી, જેના પર છોકરી ના પગ મુશ્કિલ  થી પહોંચતા  હતા. બે ત્રણ દિવસ છોકરાઓ એમના મમ્મી પપ્પા સાથે આવતા અને એ છોકરી પગ નીચે જમીન પર ઘસાડતા ઘસાડતા  જાતેજ  સાઇકલ ચલાવવા ની કોશિશ  કરતી હતી.  અને એમના મમ્મી પપ્પા  દૂર બેસી ને ગપ્પાં લગાવતા હતા. આ જોઈ મને મનમાં  થયું  કે આ છોકરી  સાઇકલ પર ચડયા વગર જાતે જાતે સાઇકલ ચલાવતા કેમ શિખશે? પણ આ શું?

ચાર દિવસ માં તો છોકરી જાતે જ કોઈ ની મદદ વગર મોટી સાઇકલ ચલાવતા શીખી ગઈ! અને રોજ નીચે આવી ને એ છોકરી આખો દિવસ સાઇકલ ચલાવી ચલાવી એકદમ  expert થઈ ગઈ છે. ઉપર, નીચે, આગડ, પાછડ, ડાબે, જમણે ચલાવતી હોય. અને હું balcony માં  ઊભા ઊભા એ યાદ કરતી કે અમારા દીકરા ને સાઇકલ ચલાવતા શીખવવા માં લોઢાં ના ચણા ચાવવા જેવું અઘરું પડયું  હતું. પાછું મને મન માં થયું કે આ ફેમિલી થોડું અલગ છે. ના છોકરાઓ કચ કચ કરે છે અને ના માં – બાપ  ટક ટક કરે છે. 

ઘણી વાર આ parents છોકરાઓ ને ઘરે છોડી ને ફરવા નિકડી પડે છે. હા ઘણા લોકો આને લાપરવાહી કહી શકે છે. પણ હોય શકે કે એ લોકો છોકરાઓ ની સુરક્ષા ની પૂરી તૈયારી કરી ને જતાં હશે. અને ઘણી વાર husband – wife ઘર ની બાહર passage માં હંસી હંસી ને વાત કરતાં જોવા મળે છે. Wife ક્યારેક husband ના ખભે માથું રાખે તો ક્યારેક બંને કઈંક મસ્તી કરતાં હોય.

હા નવા નવા લગ્ન માં આવું behaviour normal હોય છે. પણ એક વાર  બાળકો થઈ જાય પછી મે ભાગ્યે જ કોઈ couple ને આવી રીતે ખૂલી ને પ્રેમ થી રેહતા જોયું હશે. આમારે ત્યાં તો એ હાલ છે કે હું અને મારા husband વાત ચાલુ કરતાં પેહલા કઈક આવું disclaimer જાહેર કરીએ છે – ‘એક વાત કહેવી છે, તું જગડો ચાલુ ના કરી નાખજે !’ હા લગ્ન ના 8-10 વર્ષ માં એ નોબત આવી ગઈ છે કે થોડો લાંબો શ્વાસ લઈએ તો પણ એક બીજા ને જગડા નું કારણ મળી જાઈ છે. 

હા એમના ઘર ની અંદર શું થાય છે તે આપણે નથી જોયું. હોય શકે કે એમના ઘર માં પણ તું-તું -મે-મે થતું હોય. એમના ઘર ની તકલીફો કઈ બીજી હોય. પણ મને જે બહાર દેખાય છે એ જોઈ ને ઘણું સારું લાગે છે અને એમના માં થી કઈંક શીખવા મળે છે. હોય શકે કે એમને જોતાં જોતાં હું પણ થોડું બિન્દાસ રેહતા શીખી જાઉ અને બાળકો નો ઉછેર પણ બિન્દાસ કરતાં શીખી જાઉ. 

તમારો શું  વિચાર છે.  તમે પણ આવા ફેમિલી ને ઓળખો છો. કે તમારું ફેમિલી આવું જ છે. Comment માં જણાવજો .