આ લેખ માં આપણે પ્રસિદ્ધ ગુજરાતી કહેવાતો meaning સાથે વાંચીશું.
બોલે એના બોર વેંચાય તો, નવ બોલવા માં નવ ગુણ કેમ?
કેમ કે પરિસ્થિતિ પ્રમાણે કહેવાતો નો ઉપયોગ થાય. જો તમે સેલ્સમેન હો તો – ‘બોલે એના બોર વેંચાય’ અને જો કોઈ નો ઝગડો ચાલતો હોય ત્યારે – ‘નવ બોલ્યા માં નવ ગુણ’.
આ લેખ માં આપણે કેટલીક ગુજરાતી કહેવાતો જાણીશું:
ઉજ્જડ ગામ માં એરંડીયો પ્રધાન:
ઉત્તમ માણસોની ગેરહાજરીમાં સાધારણ વ્યક્તિ ને પણ મહત્વ મળે.
દા. ત. કક્ષા માં બધાં નાપાસ થતાં હોય તો જેને passing માર્ક મળતા હોય એ પણ પેહલો નંબર લઇ જાય.
અતિની ગતિ નથી:
એટલે કે કોઈપણ વાતમાં અતિશયોક્તિ કરવાથી નુકસાન જ થાય છે. પછી ભલે એ સારી વાત ની અતિશયોક્તિ જ કેમ ના હોય.
લોભ ઉપર આધારિત કહેવતો:
અતિ લોભ તે પાપનો મૂળ: વધુ પડતો લોભ પાપને આમંત્રણ આપે છે
લોભ ને થોભ ન હોય: લોભ કરનાર વ્યક્તિ અટકતો નથી
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે: વધુ પડતો લો ભકરનારા વ્યક્તિઓને છેતરનારા મળી જ રહે છે
લાલો લાભ વિના ના લુટે: મદદની પાછળ પોતાનો લાભ છુપાયેલો હોય છે
ગાય આધારિત કહેવતો
ગાય દોહી કૂતરાને પાવું: મહેનતથી મળેલું વેડફી નાખવું
ગાય પાછળ વાછરડું: ગાય હોય ત્યાં વાછરડું આવે
ગાયને સુખ તો ગર્ભને સુખ: ગાય ખાય તો તેના પેટમાં ના બચ્ચા ને પણ મળે
ધર્મની ગાયના દાંત ના જોવાય: મફતમાં મળેલી વસ્તુ માં દોષ ના કઢાય
હાથી પર આધારિત કહેવતો
હાથી જીવેલ લાખનો મરીયે સવા લાખનો: જેમ સમય જાય તેમ વધારે મૂલ્યવાન બનવું
હાથીના પેટમાં હરડે: કોઈ મહત્વ ન હોવું
હાથી ઘોડા નો ફર્ક: માણસ માણસમાં અંતર હોવું
હાથી પાછળ કુતરા ભસે: હાથીની પાછળ કુતરા ભસે તેની ચિંતા હાથી ના કરે
પારકા પર આધારિત કહેવતો
પારકા કજીયા ઉછીના ના લેવાય: બીજાના ઝઘડામાં ના પડાય
પારકા છોકરા ને જતી કરવા સૌ તૈયાર હોય: બીજાને સલાહ શિખામણ આપવા લોકો હંમેશા તૈયાર હોય
પાર કે પૈસે પરમાનંદ: બીજાના પૈસે આનંદ કરવો
પારકે ભાણે લાડુ મોટો દેખાય: પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ હંમેશા સારી લાગે
માણસ પર આધારિત કહેવત
ઊંધી ખોપડી નો માણસ: મગજનો ફરેલ માણસ
ડૂબતો માણસ તરણું પકડે: હતાશ થયેલો માનવી નાની વાત ના સહારે પણ તરી જાય છે
બે બદામનો માણસ: એક વાત પર ટકી ના રહે તેવો માણસ
માણસ માત્ર ભૂલને પાત્ર: માણસથી ભૂલ થાય એ સ્વાભાવિક છે
દુકાળમાં અધિક માસ:
ખરાબ વખતમાં આવતો વધુ ખરાબ સમય અથવા કોઈ અઘરું કામ કરતા હોઈએ અને કામ વધી જાય.
દા. ત. તમે ક્યાંક મોડા પહોંચવા ના હો, અને ગાડી સ્પીડ માં ચલાવતા હો અને accident થઇ જાય, તો કહેવાય કે દુકાળ માં અધિક માસ.
અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો:
કોઈ વ્યક્તિ એ જમણવાર રાખ્યો હોય, તે રાંધનાર કોઈક બીજો હોય છે. છતાં એનો શ્રેય તો જમાડનાર ને જ મળે છે.
તેમ જ મહેનત નો શ્રેય ઘણી વખત ખરી મહેનત કરનાર ને મળતો નથી.
પ્રસિદ્ધ કહેવાતો
અધુરો ઘડો છલકાય ઘણો: જેમ પાણી નો ઘડો આખો ભર્યો હોય તે માટે એટલો નથી છલકાતો પણ અધુરો હોય તેમ વધુ છલકાય છે તેજ રીતે જે માણસ બધું જાણતો હોય કે પૈસા વાળો હોય તે ખોટા દેખાવો કરતો નથી પણ જે માણસ અધુરું જ્ઞાન કે પ્રમાણમાં ઓછા પૈસા ધરાવે છે તે વધારે દેખાવો કરે છે
અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી: રાવણ એક બુદ્ધિશાળી અને શક્તિશાળી રાજા હતો તેમ છતાં તેના અભિમાન ના કારણે તે રાજા રામ સામે જીતી ના શક્યો એટલે કે તમારી પાસે કેટલી પણ તાકાત હોય એ વાત નું કયારેય પણ અભિમાન કરવું ના જોઈએ.
અક્કરમીનો પડિયો કાણો: ઘણા લોકો કેટલી પણ મહેનત કરે તેમ છતાં તેને ધારી સફળતા મળતી નથી એટલે કે તેના નસીબ ખરાબ હોવાથી બધા કામમાં એ નિષ્ફળ જાય છે તેના માટે આ કહેવત બોલાય છે.
અંતે ધર્મો જય પાપો ક્ષય: એટલે કે સારું કામ કરનાર માણસ ને લાંબા ગાળે ફાયદો જ થાય અને તે જીત મેળવે છે જ્યારે ખરાબ કામ કરનારનો આખરે અંત જ આવે છે.
અંધારામાં તીર ચલાવવું: નિશાન દેખાતું ન હોય ત્યારે નિશાન પર તીર ચલાવવાથી શું થશે ?? વિચારો! નિશાન તીર પર કદાચ લાગે પણ ખરા અને ના પણ લાગે. તેજ રીતે જે વસ્તુ ની માહિતી ના હોય તેમાં હાથ અજમાવવો, જીત મળે તો પણ ભલે ના મળે તો પણ ભલે એ પરિસ્થિતિ માં આ કહેવત બોલાય છે
અક્કલ ઉધાર ન મળે: સમાનાર્થી કહેવત અક્કલનો ઓથમીર મંગાવી મેથી ને લાવ્યો કોથમીર એટલે કે અક્કલ કેટલીક જનમથી હોય કેટલીક અનુભવ થી આવે. એ કંઈ ઉધાર ન મળે કે પછી બજારમાં વેચાતી નથી મળતી.
અણીનો ચૂક્યો સો વરસ જીવે: એટલે કે જે માણસ મરવાના મોટા જોખમ માંથી એક વાર બચી ગયો હોય તે લાંબુ જીવે છે.
અજાણ્યો અને આંધળો બેઉ સરખા: જેમ આંધળા ને રસ્તો પૂછવો નકામો છે કેમ કે તે જોઈ નથી શકતો તેજ રીતે અજાણ્યા માણસને પણ કંઈ ખબર ના હોવાથી પૂછવું નકામું છે.
અત્તરનાં છાંટણા જ હોય, અત્તરનાં કુંડા ન ભરાય: મોંઘી અને મુલ્યવાન વસ્તુનો સાચવીને ઉપયોગ કરાય. અત્તર બે ચાર છાંટા છંટાય (તોયે સુગંધ આવે), એને ડોલ ભરીને માથે ન રેડાય
અવસર ચૂક્યો મેહુલો શું કામનો: જ્યારે પાણી ની જરૂર હોય ત્યારે મેહુલો એટલે કે વરસાદ ના આવે તો એ કંઈ કામનું નથી તેજ રીતે જે કામ જે સમયે થવું જોઈએ તે સમયે ન થાય તેનો કોઇ ફાયદો નથી સમય વીતી ગયા બાદ થયેલા કામ ની કોઈ કિંમત રહેતી નથી.
અન્ન અને દાંતને વેર: એટલે કે ખાવા ના સાંસા હોવા દાંત અને અન્ન નો સંગમ થાય તો જ જમી શકાય પણ જેને જમવાનું જ ના મળતું હોય એટલે કે ખાવા ના સાંસા હોય તેના માટે કહેવાય છે અન્ન અને દાંત ને વેર.
અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ: અજાણ્યા નદી તળાવ નું પાણી કેટલું ઊંડું છે તે ખ્યાલ ન આવવાથી તેમાં ઊતરવું જોખમ ભરેલું હોવાથી તેમાં ઊતરવું ના જોઈએ, તેજ રીતે જે વસ્તુ ની ખબર ના હોય કે પૂરતી માહિતી ના હોય તેવી વાત માં ક્યારેય પડવું ના જોઈએ.
અચ્છોવાના કરવા: એટલે કે કોઈક ની ખૂબ આગતા સ્વાગતા કરવી ખૂબ માન આપવું
અંજળ પાણી ખૂટવા: અન્નજળ ખૂટવા એટલે કે અનાજ અને પાણી સાથે નો સંબંધ પૂરો થવો કોઈ માણસ નું મૃત્યુ થાય અથવા કોઈ બીજા કારણ થી તેમની સાથે નો સંબંધ તૂટે ત્યારે આ કહેવત વપરાય છે.
અન્ન એવો ઓડકાર:
એટલે કે જેવું કામ કરીએ તેનું પરીણામ પણ એવું જ આવે.