આપણી ત્વચા, ફેફસાં ની ઉપર ની પરત, આંખ, આંતરડા, મૂત્રાશય અને કાન આ બધાં ને બરાબર ચાલવા માટે વિટામિન A બહુ આવશ્યક હોય છે. બાળકો નાં વિકાસ, immunity અને vision માટે વિટામિન A બહુ જરૂરી હોય છે.
રાજગરા ની લાલ અને લીલી ભાજી માં વિટામિન A ભરપૂર માત્ર માં હોય છે. રાજગરા અને રાજગરા નાં લોટ માંથી પણ વિટામિન A મળે છે. બાળકો ને રાજગરા નાં લાડુ સ્વાદિષ્ટ લાગે અને ખુબ લાભદાયક પણ હોય છે.ગાજર, પાલક, કોળું, પપૈયુ, કેરી માં પણ વિટામિન A સારી માત્રા માં મળે છે.
દૂધ અને દૂધ થી બનતી વાનગીઓ માં પણ વિટામિન A હોય છે.
બાળકો ને વિટામિન A ની જરૂર બહુ હોય છે. એમના શારીરિક અને માનસિક વિકાસ માટે તથા રોગ પ્રતિકારક શક્તિ માટે. 6 મહિના થી નાનાં શિશુ ને માં ના દૂધ માં થી વિટામિન A મળે છે. અને એમના થી મોટા બાળકો ને દિવસ માં 2 થી 3 વિટામિન A વાળા શાક પાન અને ફળ આપવા જોઈએ. સાથે સાથે વિટામિન A ને absorb કરવા માટે fat જેમ કે ઘી, શીંગ દાણા નું કે તાલ નું તેલ, માખણવગેરે આપવું જોઈએ.