લાગણી ની ગોઠવણ ભાગ - 1

મૈત્રી નાં લગ્ન રાજેશ સાથે થયે આજે બે વર્ષ થઇ ગયાં. મૈત્રી તેની office ની canteen માં બેસી અને ઊંડા વિચાર માં ગરકી ગઈ. આજે લગ્ન ની વર્ષગાંઠ હોવા છતાં કઈંક ઉદાસ છે મૈત્રી. મોટા ભાગે ઉત્સાહિત રહેતી મૈત્રી આજે જાણે હતોત્સાહ હોઈ એવું લાગે છે.

અંદર થી એને ખાતરી છે કે રાજેશ આજ ના દિવસ માટે કોઈ પ્લાન નહિ બનાવે. અને જો ભૂલ થી પણ મૈત્રી કંઈ અપેક્ષા દેખાડશે તો તેના પર ઠંડુ પાણી રેડી અને એને ભોંઠી જરૂર પાડશે. છતાં મન એવું છે કે એ આશા કરે છે. ભલે પછી દરેક વખત મૈત્રી ની આશા નિરાશા માં જ પરિવર્તિત થઇ હોય, તો પણ એ ખુલી આંખે સુખી લગ્ન જીવન નાં સપના જોવે છે.

દરેક સ્ત્રી ની જેમ મૈત્રી ને પણ તૈયાર થવા નો શોખ ખુબ છે. કઇં ને કંઈ બહાને એ સારા સારા કપડાં પેહરે, પોતાના કમર સુધી લાંબા સુંવાળા વાળ ની કઈં hairstyle બનાવે અને નવાં નવાં fashionable ઝૂમકા પેરે. જયારે પણ તેણી તૈયાર થાય ત્યારે એવું કઈંક કરે કે બીજા થી જુદી તારી આવે.

આજે તો બહાનું પણ હતું લગ્ન ની - વર્ષ ગાંઠ નું. સવારે office જવા માટે તૈયાર થતાં મૈત્રી એ આછા જાંબલી રંગ ની સાડી પેરી, વાળ ખુલા રાખ્યા, નાની લાલ બિંદી લગાવી અને નાજુક એવાં હીરા નાં લટકણિયાં બુટિયાં પેહેર્યા. એ નમણી નાર થી નજર ના હટે એવી સુંદર લાગતી હતી.

આજે ઓફિસ માટે નીકળતા થોડું મોડું થયું અને રાજેશ નું કીટ-કીટ ચાલું થયું ત્યારે અનાયાસે જ મૈત્રી ને રાજુ ની યાદ આવી ગયી. એ રાજુ જે મૈત્રી ગમે તેટલી મોડી આવે તો પણ એની આતુરતા થી રાહ જોવે.

વધુ આવતા અંકે.....